સુપ્રીમ કોર્ટ દ્વારા અર્થઘટન વિશે સ્પષ્ટતા કરવામાં આવી “આપીલ અનિર્ણિત હોવા છતાં પુનર્લગ્ન કેવી રીતે માન્ય”

05 Sep 2018

તાજેતરમાં નામદાર સુપ્રીમકોર્ટે Mr. Anurag Mittal Vs Mrs. Shaily Mittal [i]  ના કેસમાં જજમેન્ટ દ્વારા જણાવ્યું હતું કે ડિવોર્સ અપીલ અનિર્ણિત હોવા છતા પુનર્લગ્ન માન્ય ગણાશે. સુપ્રીમકોર્ટ ના આ ચુકાદા થી કેટલાક લોકો ના મન માં ખોટા અર્થઘટન ના કારણ રૂપે ગેરસમજ થયેલ હતી.

આ કેસની હકીકત આ પ્રકારની છે કે: રચના અગ્રવાલ (પહેલી પત્ની) એ ફેમિલી કોર્ટ સમક્ષ છુટાછેડાની અરજી દાખલ કરેલ,જેના સામે પતિએ તેની વિરુધ  ધારા ૯ હિન્દુ મેરેજ અધિનિયમ હેઠળ વૈવાહિક અધિકારોની પુનઃ સ્થાપના માટે અરજી કરેલ. ફેમેલી કોર્ટે તા. ૩૧/૦૮/૨૦૦૯ એ ચુકાદો આપતા પહેલી પત્નીની અરજી માન્ય કરી હતી અને પતિની અરજી બરતરફ કરી હતી. ત્યરબાદ આ ચુકાદા વિરુધ પતિએ હાઇકોર્ટ માં આ હુકમ ના સ્ટે માટે અપીલ દાખલ કરેલ, જે હાઇકોર્ટે તા. ૨૦/૧૧/૨૦૦૯ ના રોજ માન્ય કરી સ્ટે આપેલ.અપીલ અનિર્ણિત હોવા દરમિયાન બન્ને પક્ષો વચે મીડીએશન સેન્ટર સમક્ષ સમાધાન/પતાવટથયેલ જેની શરતો મુજબ પતિએ અપીલ પરત ખેચવા તા. ૨૮/૧૧/૨૦૧૧ ના રોજ વિડ્રો અરજી કરેલ અને પછી ૨૦/૧૨/૨૦૧૧ ની મુદત પડેલ જે મુદત માં પતિ એ સરત મુજબ અપીલ પરત ખેંચેલ.  

વિડ્રો અરજી કોર્ટ સમક્ષ અનિર્ણિત હોવા દરમિયાન પતિએ તા. ૦૬/૧૨/૨૦૧૧ ના રોજ પુનર્લગ્ન કરેલ. ત્યારબાદ શૈલી મિતલ (બીજી પત્ની) એ ફેમિલી કોર્ટ સમક્ષ હિન્દુ મેરેજ અધિનિયમ ધારા ૫(અ) સાથે ધારા૧૧ મુજબ લગ્ન ને મૂળભૂત રીતે રદબાતલ ઠેરવવા ફેમિલી કોર્ટ સમક્ષ અરજી કરેલ. પરંતુ ફેમિલી કોર્ટે અરજી બરતરફ કરેલ. ફેમેલી કોર્ટ ના આ નિર્ણય વિરુધ શૈલી મિતલ એ હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલી જે માન્ય રાખી હાઇકોર્ટે તા.૧૦/૦૮/૨૦૧૬ ના રોજ ચુકાદો આપી લગ્નને રદબાતલ ઠેરવેલ. પતિએ હાઇકોર્ટ ના આ ચુકાદા વિરુધ સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરેલ. જેમાં સુપ્રીમ કોર્ટની ડીવીઝન બેન્ચ (જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ, અને જસ્ટીસ એસ.એ.બોબડે) દ્વારા નીચે મુજબ ચુકાદો આપેલ:

સમાધાન/પતાવટ ની શરતો મુજબ અરજદારે અપીલ પરત ખેંચવા માટે અરજી આપેલ તે પરથી તેનો ઈરાદો સ્પષ્ટ પણે જાહેર થાયકે તેને ડિવોર્સ નો હુકમ મંજુર હતો અને તેના વિરુધ કોઇપણ પ્રકારનો વિરોધ ન હતો જેથી કોર્ટ નું માનવું છે કેલગ્નને માન્યતા આપવા માટે અપીલ પરત ખેંચવાના ફોર્મલ હુકમની રાહ જોવી જરૂરી નથી. કોર્ટ મુજબ ડિવોર્સ અપીલ બરતરફ થાય ત્યાં સુધી પુનર્લગ્ન ને માન્યતા ન આપવી તે આવા કેસો માંલાગુ નહી પડે કારણ કે કેસોમાં બન્ને પક્ષો એ અપીલ ને આગળ નવ ધારવાનો નિર્ણય કરી ડિવોર્સ માન્ય રાખેલ હોઈ.

તેથી, સુપ્રીમ કોર્ટ ના આ જજમેન્ટ નું અર્થઘટન કરતા, સ્પષ્ટ થાય છે કે આવી પરિસ્થિતિમાં પુનર્લગ્ન કરવા યોગ્ય કે ઈચ્છનીય નથી અને છતાં પણ જો આ સંજોગો માં પુનર્લગ્ન કરવામાં આવે તો તેવા લગ્ન માન્યતા અપીલ ના નિર્ણય પર સંપૂર્ણ પણે આધારિત છે. મુખ્યતે આ કેસ માં  સુપ્રીમ કોર્ટે જણાવેલ કે ફક્ત અપીલ અનિર્ણિત હોવા ના કારણે લગ્ન અમાન્ય કરી શકાય નહિ.



[i]2018 SCC OnLine 1136/ સિવિલ આપીલનં. ૧૮૩૧૨/૨૦૧૮


Recent Blogs