NDPS ના કેસમાં ગુન્હાની સાબિતી માટે પ્રતિબંધિત વસ્તુ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરેલ હોવાનો માત્ર મૈખિક પુરાવો પુરતો નથી: સુપ્રીમ કોર્ટ

25 Aug 2018

નામદાર સુપ્રીમ કોર્ટે, MohinderSingh V/s State of Punjab [i] ના કેસમાં ચુકાદો આપેલ છે કે NDPS ના કેસોમાં ગુન્હાની સાબિતી માટે પ્રતિબંધિત વસ્તુ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરેલ હોવાનો માત્ર મૈખિક પુરાવો પુરતો નથી.

ટ્રાયલ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવામાં આવેલ હતા અને તે હુકમ વિરુધ ઉચ્ચ ન્યાયાલય સમક્ષ અપીલ કરવામાં આવેલ.પરંતુ, ઉચ્ચ ન્યાયાલય દ્વારા ટ્રાયલ કોર્ટના આ હુકમ ને રદ બાતલ ઠેરવવામાં આવેલ અને ઉચ્ચ ન્યાયાલયે આરોપી ને દોષીત ઠેરાવતા ૧૦ વર્ષની સજા કરેલ. ઉચ્ચ ન્યાયાલયના આ ચુકાદા વિરુધ આરોપીઓએ સર્વોચ ન્યાયાલય સમક્ષ અપીલ દાખલ કરેલ. જેમાં આ ચુકાદો આપીને નિર્દોષ છોડવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખેલ.

સર્વોચ ન્યાયાલયની ફુલ બેંચમાં  જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ આર. ભાનુમતી અને જસ્ટીસ નવીન સિન્હા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના આ ચુકાદા ને રદબાતલ કરતા ટ્રાયલ કોર્ટના ના હુકુમ ને પૂર્વવત કરેલ. કોર્ટે Vijay Jain V/s State of MadhayaPradesh ના જજમેન્ટ પર આધાર રાખીને અપીલ મંજુર કરેલ છે.

વધુમાં નામદાર સર્વોચ અદાલતે ચુકાદો આપતા નીચે મુજબ સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ:-

જ્યારે ટ્રાયલ કોર્ટ દ્વારા  મૈખિક પુરાવો માન્ય ન રાખી આરોપીને આરોપ મુક્ત કરેલ અને ટ્રાયલ કોર્ટ ના આ નિર્ણયમાં ઉચ્ચ અદાલત એ દખલ કરવું યોગ્ય ન હતું કારણ કે, આરોપીની કલમ ૧૮ નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ મુજબ આપેલ સજાનો હુકુમ રદ બાતલ છે અને આરોપી ને અપરાધ મુક્ત કરવામાં આવેલ.



[i]ક્રિમીનલ અપીલ નં. ૨૧૮૨/૨૦૧૦.


Recent Blogs